Wednesday 8 May 2019

અટકણે લટકણ સંસારમાં

              -----દાદા ભગવાન
                         અટકણે લટકણ સંસારમા
       
            કોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. કોઈને 'કયાંથી કમાવું, કયાંથી કમાવું' એવી અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠયો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે ! એય મોટી અટકણ કહેવાય.
               પૈસા શેનાથી આવે છે તે લોકો જાણતા નથી અને પાછળ દોડ દોડ કરે છે ! પૈસા તો પરસેવાની પેઠ આવે છે.જેમ કોઈને પરસેવો વધારે આવે અને કોઈને ઓછો આવે અને જેમ પરસેવો થયા વગર રહેતો નથી તેવી રીતે આ પૈસો આવે જ છે લોકોને !
                 લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અકકલથી કે ટિ્ક (યુકિત) વાપરવાથી આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? આ લક્ષ્મી તો પુણ્યની કમાણી છે. ગાંડો હોય તોય પુણ્યથી કમાયા કરે.
                   લક્ષ્મીજી તો પુણ્યશાણી પાછળ જ ફયાૅ કરે છે અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી રોટલા મળશે,ખાવાપીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી પુણ્ય વગર લક્ષ્મી ના મળે.
                     એટલે ખરી હકીકત શું કહે છે કે તુંજો પુણ્યશાળી છો તો તરફડિયા શું કરવા મારે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ તરફડિયા શું કરવા મારે છે ?
                                             -------દાદા ભગવાન


જન્મદિવસ ની શુભેચ્છા

            
     પૂજય દિપકભાઈને જન્મદિવસની શુભેચ્છા

જુઠું બોલવાથી સામાને વિશ્વાસ ઊઠી જાય આપણા પરથી !
ને વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ !
                                                    -----દાદા ભગવાન

Monday 6 May 2019

દાદા ભગવાન પરિવાર





      1.                 પરમ પૂજય દાદા ભગવાન    

      1.  ભગવાન કોના પર રાજી રહે ? જે બધાનાં દુઃખો લઈ          લે ને સામાને સુખ આપે તેના પર.
      2.  કોઈને દુઃખ ના હો, એજ ભગવાનની ભાષા છે. ન્યાય-            અન્યાય એ તો લોકભાષા છે.
      3.  કોઈ જીવ કોઈ જીવમાં કિંચિતમાત્ર ડખોડખલ કરી શકે          જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે.  
      4.  ' બધાનું કલ્યાણ થાઓ ' એ ભાવના, પહેલાં પોતાનું જ            કલ્યાણ કરે.     ------દાદા ભગવાન
                            

      આપ્તસૂત્ર

            
                                                                   દાદા ભગવાન                                     - આપ્તસૂત્ર -
      1. વિષયો કોને કહેવાય ? જેમાં મન- વચન- કાયાનું એકાકારપણું થાય તે. અને મન-વચન-કાયામાં એકાકાર ના થયો તે ' નિવિૅષય ' !
      2. અવસ્થામાં ' એબોવ નોમૅલ ' થાય કે ' બિલો નોમૅલ ' થાય તે વિષય કહેવાય.
      3
      . વિષય એ તો ઉઘાડી પરવશતા છે !
            વિષયમાં સુખ કરતાં વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે          એવું જયારે સમજાય, ત્યારે પછી વિષયનો મોહ છૂટે.
      4. વિષયની ચંચળતા એ જ અનંત અવતારના દુઃખ નું મુળિયું       છે.
      5. ' આ સ્ત્રી છે ' એમ જે જુએ છે, તે પુરુષનો રોગ છે અને '        આ પુરુષ છે ' એવુ જે જુએ છે, તે સ્ત્રી નો રોગ છે.               નિરોગી થાય તો મોક્ષ છે.
      6.  જયાં આકષૅણ થયું, આકષૅણમાં તન્મયાકાર થયો ત્યાં            ચોંટયો. આકષૅણ થયું તેનો વાંધો નહીં, પણ તન્મયાકાર          ના થયો એ જીત્યો.
      7.   જયાં આકષૅણ ત્યાં મોહ. આકષૅણવાળી જગ્યાએ ' શુદ્ધ         ઉપયોગ' રાખો. એનાથી એ જગ્યા તમને હેરાન નહીં કરે.
      8.    પોતાના સ્વરુપ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે એ           બધા વિષયો જ છે !
      9.    આ દૅષ્ટિદોષનું જ પરિણામ છે.આ દૅષ્ટિદોષ જાય ત્યારે            જગત 'જેમ છે તેમ ' દેખાય. જેનો દૅષ્ટિદોષ ગયો હોય             એવા 'અનુભવી પુરુષ' જોડે બેસવાથી આપણો                    દૅષ્ટિદોષ જાય, બીજા કશાથી નહીં.
      10.   જે ચિત્તને ડગાવે એ બધા જ વિષયો છે.
      11.   વાસનાઓ શું છે ? તે કેવી રીતે જાય ?
               ' હું ચંદુભાઇ છું ' એ મટે તોજ વાસનાઓ જાય, નહીં             તો વાસનાઓ જાય નહીં.
      12.   કષાય કયાંથી જન્મ્યા ? વિષયમાંથી. વિષયનો દોષ                 નથી, અજ્ઞાનતાનો દોષ છે. ' રુટ કોઝ ' અજ્ઞાનતા છે.
      13.    ભય રાખવો હોય તો વિષયનો રાખવા જેવો છે.બીજી              કોઇ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા નથી. માટે             એનાથી ચેતતા રહેવું.
      14.      'વિષયો એ વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે'              માટે વિષયોથી ડરો.
                                                 ---- દાદા ભગવાન


      Sunday 5 May 2019

      દાદાવાણી

      1. આ સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે, પોતાના સ્વરુપનું અજ્ઞાન નડે છે.
      2. સાચું સુખ એનું નામ કહેવાય કે જે આવ્યા પછી દુઃખ ના આવે.
      3. અહંકાર છે ત્યાં સુધી જીવાત્મા. અહંકાર ગયો તો થઈ ગયો પરમાત્મા.
      4. 'ભોગવે એની ભૂલ' એટલે કોઈ વારેઘડીએ દુઃખ દેતું હોય તો તરત જ સમજી જાય કે મારી ભૂલ હશે ત્યારે જ એ દે છે ને !
      5. ખરેખર કશી મુશ્કેલી આવે તેમ નથી.મન ડગ્યું તો મુશ્કેલી વળગે !
      6. ' હુ કરું છું ' એ ભાન ઊડી જાય અને 'આ બધું કોણ કરે છે' એ જાણી જાય, એનો ઉકેલ આવે.

      7. જેને પોતાના દોષ જોવા છે, સામાના દોષ જોવા નથી, તેનું આ જગતમાં કોઈ નામ લેનાર નથી.
                                                    -------  દાદા ભગવાન

      દાદા ભગવાન



      1. --------- દાદા ભગવાન ----------  

      2. મોક્ષે જનારો પોતાની ભૂલો જોયા કરે ને પારકાં ની ભૂલો જોનારો સંસારમાં ભટક્યા કરે.
      3. કોઈ ચેતવણી આપતું હોય તો તે દીવાદાંડી છે અને દીવાદાંડીની જે ખોડ કાઢે, તે સ્ટીમર સહીસલામત કયારે પહોંચે ?
      4. ' કોઈનીય અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે.' આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોક્ષે પહોચીશ.
      5. ચિંતા એ સંસારનું મોટામાં મોટું બીજ છે. કારણ કે ચિંતા એ મોટામાં મોટો અહંકાર છે.
      6. પોતાની જ ભૂલોનો હિસાબ છે એમ સમજાય તો દુઃખ કે ચિંતા થાય ? આ તો પારકાંના દોષ કાઢીને દુઃખ ને ચિંતા ઊભી કરે છે ને નરી બળતરા જ રાત દહાડો ઊભી કરે છે.
      7. જેને એડજસ્ટ થવાની કળા આવડી, એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો, તે તરી ગયો.
      8. સ્ત્રીનો દોષ નથી, વિષયનો દોષ નથી,દોષ તમારી વૃત્તિઓમાં છે, વૃત્તિઓજ ડખો કરે છે ને દુઃખી કરે છે.
      9. પોતે જો કશામાં ડખલ નહીં કરે તો કોઈ તાકાત એવી નથી કે તમારું નામ દે.                          --------- દાદા ભગવાન

      આત્મા જ્ઞાનવાળો નહીં, પોતે જ જ્ઞાન

             
                     આત્મા જ્ઞાનવાળો નહીં, પોતે જ જ્ઞાન

      જ્ઞાનસ્વરુપ જ છે, બીજું કશું નથી.એબ્સોલ્યુટ (સંપૂણૅ) જ્ઞાન છે.
      મૂળ આત્મા શુદ્ધ જ છે. શુદ્ધ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી. પણ શુદ્ધ જ્ઞાન કોને કહેવું ? કયા થમેાૅમિટર ઉપર શુદ્ધ જ્ઞાન કહેવાય ? ત્ચારે કહે રાગ-દ્ધેષ ને ભય ના થાય તે જ્ઞાન શુદ્ધ જ્ઞાન. અને શુદ્ધ જ્ઞાન, પરમ જયોતિસ્વરુપ તેજ પરમાત્મા. પરમાત્મા કંઈ સ્થૂળ વસ્તુ નથી, જ્ઞાનસ્વરુપ છે, એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છે. એબ્સોલ્યુટ એટલા જ  માટે કે એમાં બીજી કોઈ વસ્તુ ભળેલી નથી અને ભળે તેમ છેય નહીં.
                                                          .____દાદા ભગવાન       

      દાદાવાણી


      1. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો
      2. ખુલાસો કરવો એ ગુનો નથી. ખોટી સમજણને પકડી રાખવી એ ગુનો છે.
      3. કોઈ પણ વાત સાચી હોય કે ખોટી, પણ એક મિનિટથી વધારે ટકી તો એ બંધ જ કરવી.એને ચુંથાચુંથ ના કરવી.
      4.                           --------  દાદા ભગવાન             

      Thursday 7 March 2019

      સાચી વાત સમજમાં આવે એ જ આપણી થિયરી

             આ તમારું જ તમને આપું છું. આ જ્ઞાન તો તમારું 'પોતાનું' જ છે, મારુ જ્ઞાન નથી. હું તો નિમિત્ત છું વચ્ચે.હવે આ ઠંડક વધે છે, તેય તમારી જ. જાગૃતિ વધતી જશે તેય તમારી પોતાની જ. આ મારી આપેલી જાગૃતિ ન હોય. આ બધું તમારુ પોતાનું જ છે ! ખૂબ ઊંડાણમાંથી સમજો કે જાગૃતિ એ જ તમે છો અને બીજું બધું વતૅન એ તો ફિલ્મ છે બધી. એનો કકળાટ કરવા જશો તો આ જાગૃતિ ચૂકી જશો. આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે ! આ સમજાય છે આપને ? ના સમજાય તો ના કહી તો. આપણે સમજવા માટે બેઠા છીએ. આપણે કંઈ ' થિયરી' 'એડોપ્ટ' કરવા માટે નથી બેઠા. 'સાચી વાત' 'સમજ' માં આવી જાય એ જ આપણી થિયરી !
                                                       _----દાદા ભગવાન