Monday 6 May 2019

આપ્તસૂત્ર

      
                                                             દાદા ભગવાન                                     - આપ્તસૂત્ર -
  1. વિષયો કોને કહેવાય ? જેમાં મન- વચન- કાયાનું એકાકારપણું થાય તે. અને મન-વચન-કાયામાં એકાકાર ના થયો તે ' નિવિૅષય ' !
  2. અવસ્થામાં ' એબોવ નોમૅલ ' થાય કે ' બિલો નોમૅલ ' થાય તે વિષય કહેવાય.
3
. વિષય એ તો ઉઘાડી પરવશતા છે !
      વિષયમાં સુખ કરતાં વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે          એવું જયારે સમજાય, ત્યારે પછી વિષયનો મોહ છૂટે.
4. વિષયની ચંચળતા એ જ અનંત અવતારના દુઃખ નું મુળિયું       છે.
5. ' આ સ્ત્રી છે ' એમ જે જુએ છે, તે પુરુષનો રોગ છે અને '        આ પુરુષ છે ' એવુ જે જુએ છે, તે સ્ત્રી નો રોગ છે.               નિરોગી થાય તો મોક્ષ છે.
6.  જયાં આકષૅણ થયું, આકષૅણમાં તન્મયાકાર થયો ત્યાં            ચોંટયો. આકષૅણ થયું તેનો વાંધો નહીં, પણ તન્મયાકાર          ના થયો એ જીત્યો.
7.   જયાં આકષૅણ ત્યાં મોહ. આકષૅણવાળી જગ્યાએ ' શુદ્ધ         ઉપયોગ' રાખો. એનાથી એ જગ્યા તમને હેરાન નહીં કરે.
8.    પોતાના સ્વરુપ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે એ           બધા વિષયો જ છે !
9.    આ દૅષ્ટિદોષનું જ પરિણામ છે.આ દૅષ્ટિદોષ જાય ત્યારે            જગત 'જેમ છે તેમ ' દેખાય. જેનો દૅષ્ટિદોષ ગયો હોય             એવા 'અનુભવી પુરુષ' જોડે બેસવાથી આપણો                    દૅષ્ટિદોષ જાય, બીજા કશાથી નહીં.
10.   જે ચિત્તને ડગાવે એ બધા જ વિષયો છે.
11.   વાસનાઓ શું છે ? તે કેવી રીતે જાય ?
         ' હું ચંદુભાઇ છું ' એ મટે તોજ વાસનાઓ જાય, નહીં             તો વાસનાઓ જાય નહીં.
12.   કષાય કયાંથી જન્મ્યા ? વિષયમાંથી. વિષયનો દોષ                 નથી, અજ્ઞાનતાનો દોષ છે. ' રુટ કોઝ ' અજ્ઞાનતા છે.
13.    ભય રાખવો હોય તો વિષયનો રાખવા જેવો છે.બીજી              કોઇ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા નથી. માટે             એનાથી ચેતતા રહેવું.
14.      'વિષયો એ વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે'              માટે વિષયોથી ડરો.
                                           ---- દાદા ભગવાન


No comments:

Post a Comment