Wednesday 8 May 2019

અટકણે લટકણ સંસારમાં

              -----દાદા ભગવાન
                         અટકણે લટકણ સંસારમા
       
            કોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. કોઈને 'કયાંથી કમાવું, કયાંથી કમાવું' એવી અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠયો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે ! એય મોટી અટકણ કહેવાય.
               પૈસા શેનાથી આવે છે તે લોકો જાણતા નથી અને પાછળ દોડ દોડ કરે છે ! પૈસા તો પરસેવાની પેઠ આવે છે.જેમ કોઈને પરસેવો વધારે આવે અને કોઈને ઓછો આવે અને જેમ પરસેવો થયા વગર રહેતો નથી તેવી રીતે આ પૈસો આવે જ છે લોકોને !
                 લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અકકલથી કે ટિ્ક (યુકિત) વાપરવાથી આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? આ લક્ષ્મી તો પુણ્યની કમાણી છે. ગાંડો હોય તોય પુણ્યથી કમાયા કરે.
                   લક્ષ્મીજી તો પુણ્યશાણી પાછળ જ ફયાૅ કરે છે અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી રોટલા મળશે,ખાવાપીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી પુણ્ય વગર લક્ષ્મી ના મળે.
                     એટલે ખરી હકીકત શું કહે છે કે તુંજો પુણ્યશાળી છો તો તરફડિયા શું કરવા મારે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ તરફડિયા શું કરવા મારે છે ?
                                             -------દાદા ભગવાન


No comments:

Post a Comment